487

From Bhajan Sangrah
Revision as of 02:27, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૭ - પ્રભુ ઈસુ માટે બાળસેવા == {| |+૪૮૭ - પ્રભુ ઈસુ માટે બાળસેવા |- |૧ |સહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૭ - પ્રભુ ઈસુ માટે બાળસેવા

૪૮૭ - પ્રભુ ઈસુ માટે બાળસેવા
સહુ છીએ આપણે નાનાં બાળ, નિરુપાય, નબળાં ને કંગાળ;
શું કરી શકીએ ઈસુ માટ, જે મોટો, મહિમાવંત સાક્ષાત ?
ઈસુના બાળને શિરે રોજ ઘણો છે ઉપાડવાનો બોજ;
યુદ્ધ છે કરવાનું પાપની સાથ, એ બધું છે ત્રાતાને માટ.
ગુસ્સા ને ગર્વના વિચાર ઊઠે છે જ્યારે દિલ મોઝાર,
જીભ ઉપર આવે સખત વાત ને આંખો કરે અશ્રુપાત.
ત્યારે તે દાબીએ વિચાર, સુવાક્યનો કરીએ ઉચ્ચાર;
વદીએ જીભે મીઠી વાત, તે સર્વ કરીએ પ્રભુ માટ.
પ્રેમાળુ તથા હસતું મુખ બધાંને આપે ઘણું સુખ;
મોં ઉપર દેખોએ ચળકાટ, આ બધું કરીએ ઈસુ માટ.
હોય નાનું અથવા મોટું બાળ, સ્તંભ ઊંચકવો જોઈએ સહુકાળ;
સ્તુતિ ને પ્રીતિનાં જે કામ તે કરી શકે ઈસુ નામ.