482

From Bhajan Sangrah
Revision as of 02:20, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૨ - વંદન == {| |+૪૮૨ - વંદન |- |ટેક: |શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૨ - વંદન

૪૮૨ - વંદન
ટેક: શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને,
પ્રભુ, કીર્તન કરીએ.
પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ.
હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ.
દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ.
પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ.
આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ.