480

From Bhajan Sangrah
Revision as of 02:17, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના == {| |+૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના |- |૧ |પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના

૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના
પાળક ઈસુ, પાળ મને જીવ, તું સંભાળક છે કરુણાળ;
આશિષ દે મુજ વાત સુણી જી, આ નિશ ધર તુજ નાનું બાળ.
અંધારા વિકરાળ વિખે જી, રહેજે તુજ બચ્ચાની પાસ;
અજવાળા લગ પાળ મને જી, પૂર્ણ જ કર રક્ષાની આશ.
સહુ અપરાધ મટાડી દે જી, આપ ક્ષમાનું શાંત સુજાણ;
સર્વ સગાં ને સ્નેહીને જી, દે વારે વરદાન.
મરણ પછી સુખલોક વિખે જી, આપ મને તુજ પાસે ઠામ;
તે વાસે આનંદ કરી જી, જોઉં શ્રેષ્ઠ મનોહર ધામ.