48

Revision as of 22:36, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૮ - ઈશ્વરનું ગૌરવ== {| |+૪૮ - ઈશ્વરનું ગૌરવ |- | |૮, ૭ સ્વરો |- | |(ગીતશાસ્ત્ર ૮...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૮ - ઈશ્વરનું ગૌરવ

૪૮ - ઈશ્વરનું ગૌરવ
૮, ૭ સ્વરો
(ગીતશાસ્ત્ર ૮)
"Tune : Stuttgart, or St. Oswald"
કર્તા : જેમ્સ ગ્લાસગો
હે પરાાત્મા, કેવું સારું જગત મધ્યે તારું નામ !
આકાશ ઉપર ચમકનારું તેં દેખાડયું તારું કામ.
ઘાવણાં બાળકોનાં મોંથી તું પરાક્રમ લાવ્યો છે;
એમ કરીને તેં એ ભયથી શત્રુને દબાવ્યો છે.
તારા હાથે આકાશોને શક્તિથી બનાવ્યાં છે;
ચંદ્ર તથા તારાઓને, એમને તેં ઠરાવ્યા છે.
માણસ કેવું છે કે એનો એમ તું લે છે સમાચાર?
કેવો આદમપૂત કે તેનો એમ તું કરે છે ઉપકાર?
તેને તેં દૂતોથી નાનો કીધો થેડી મુદત ભર;
પછી મુગટ મહિમાવાળો મૂક્યો તેના માથા પર.
તેને સર્વ વસ્તુઓ પર તેં તો સોંપ્યો અધિકાર;
ઘેટાં, ઢોર, વનપશુઓ ને ક્ષેત્રનું હરેક જાનદાર.
પંખી વાયુંમાં વસનારું, માછલું જેને જળમય ઠામ;
હે પરાત્પર, કેવુ સારું જગત મધ્યે તારું નામ !