478

Revision as of 02:15, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૮ - સ્તુતિ હો હરદમ ! == {| |+૪૭૮ - સ્તુતિ હો હરદમ ! |- | |૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૭૮ - સ્તુતિ હો હરદમ !

૪૭૮ - સ્તુતિ હો હરદમ !
૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક
"Down at the Cross"
Tune: C. I. 226
અનુ. : લક્ષ્મીબહેન દેવહીભાઈ
કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો દુ:ખને ઠામ;
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.
ટેક: અતુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ,
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.
કાલવરી પર થયો તે કુરબાન રુધિરની ધારથી છે આશિષદાન,
પાપી શુદ્ધ થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ.
કેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્વિત્ત !
મુકત કરે નિજ લોહી થકી જ, સ્તુતિ હો હરદમ.
વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર,
આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ.
હે પ્રભુ, કરજે મારો ઉદ્ધાર, આ જગત માંહે તું થા દોરનાર.
આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ.