477

From Bhajan Sangrah
Revision as of 02:13, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત == {| |+૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત |- |૧ |ઈસુ મુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત

૪૭૭ - ઈસુ મુજ ઓાર કરે પ્રીત
ઈસુ મુજ પર કરે પ્રીત, લખ્યું શાસ્ત્રમાં ખચીત;
નાનાં બાળો તેનાં છે, સૌ અબળ, પણ બળવંત તે.
ટેક: હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે ! હા, ઈસુ ચાહે !
સતશાસ્ત્ર કે' છે તે.
મરણનો વેઠીને માર ઉઘાડયું છે સ્વર્ગનું દ્વાર :
મારાં સર્વ પાપ ધોશે ને મને સ્વર્ગે લેશે.
ઈસુ મુજ પર કરે પ્યાર, જ્યારે હોઉં કમજોર, બીમાર;
સ્વર્ગેથી સંભાળે છે, રક્ષા નિત્ય કરે છે.
ઈસુ મુજ પર કરે પ્રીત, મારી સાથે રહેશે નિત,
જો તેના પર કરું પ્રીત સ્વર્ગે પંહોચાડે ખચીત.