476

From Bhajan Sangrah
Revision as of 13:27, 21 September 2016 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૪૭૬ - ઈશ્વર દયાળુ છે ?

૪૭૬ - ઈશ્વર દયાળુ છે ?
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
કે મુજ થાય પિતા તે પ્રેમી, ને સ્નેહી કરુણાળ !
રંક ધણું તો બાળક હું છું, તે છે ઊંચ અપાર,
મેઘ, ગગન ને જળ, થળ, વાયુ, વિશ્વ તણો કરનાર.
સહુનો ભૂપ, પિતા તું મારો, હું તો તારું બાળ,
પૂર્ણ પ્રયત્ને આજ્ઞા પાળું નમ્ર રહી સહુ કાળ,
ચાલે, કામે, વાચ, વિચારે માનું તારી વાત,
એ જ નિયમ હું નિશદિન તાકું, ભાવ ધરી મન સાથ.


Phonetic English

476 - Ishvar Dayaalu Chhe ?
1 Vaat khari ke Ishvar moto muj par thaay dayaal
Ke muj thaay pita te premi, ne snehi karunaal !
Rank dhanun to baalak hun chhun, te chhe oonch apaar,
Megh, gagan ne jal, thal, vaayu, vishv tano karanaar.
2 Sahuno bhoop, pita tun maaro, hun to taarun baal,
Poorn prayatne aagya paalun namra rahi sahu kaal,
Chaale, kaame, vaach, vichaare maanun taari vaat,
E ja niyam hun nishadin taakun, bhaav dhari man saath.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod