476: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૭૬ - ઈશ્વર દયાળુ છે ? == {| |+૪૭૬ - ઈશ્વર દયાળુ છે ? |- |૧ |વાત ખરી કે ઈશ્વર મ...")
(No difference)

Revision as of 02:12, 6 August 2013

૪૭૬ - ઈશ્વર દયાળુ છે ?

૪૭૬ - ઈશ્વર દયાળુ છે ?
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
કે મુજ થાય પિતા તે પ્રેમી, ને સ્નેહી કરુણાળ !
રંક ધણું તો બાળક હું છું, તે છે ઊંચ અપાર,
મેઘ, ગગન ને જળ, થળ, વાયુ, વિશ્વ તણો કરનાર.
સહુનો ભૂપ, પિતા તું મારો, હું તો તારું બાળ,
પૂર્ણ પ્રયત્ને આજ્ઞા પાળું નમ્ર રહી સહુ કાળ,
ચાલે, કામે, વાચ, વિચારે માનું તારી વાત,
એ જ નિયમ હું નિશદિન તાકું, ભાવ ધરી મન સાથ.