475

Revision as of 02:10, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૫ - નવયુવાનની કસોટી == {| |+૪૭૫ - નવયુવાનની કસોટી |- | |( રાગ: અય નવ જવાન, વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૭૫ - નવયુવાનની કસોટી

૪૭૫ - નવયુવાનની કસોટી
( રાગ: અય નવ જવાન, વીરતાકી હૈ કસોટી આજ. )
કર્તા: રોબર્ટ પલ્ટનવાલા
ખ્રિસ્તી નવયુવાન, તારી આવી કસોટી આજ,
આ જગત મહીં ફેલાવવા ખ્રિસ્ત તણું રાજ.
મુસીબતો સુમાર્ગપંથે વેઠવી પડે ઘણી,
નિશ્વે મારગ એ જ છે આશા તારણ તણી,
ત્યાગે સૌ ઈસુને કાજ તો મળે અવિનાશી તાજ.
ખ્રિસ્તી કહેતાં તું કદી શરમાતો ના જરા,
ધર્મ કાજ જો જાય જાન તો ડરતો ના કદા.
સ્વર્ગનો વૈભવ છોડીને જે મૂઓ તારે કાજ,
જગમાં રહીને શું કીધું તેં એવા ઈસુ માટ ?
કરે જો સ્વાર્પણ હોંસથી ઈશ નામે વિશ્વમાં,
મળશે તુજને અતિ ગણું ખચીત સ્વર્ગમાં.
સુવાર્તા પ્રચાર કાજે પાછળ પડતો ના,
ફરજ પ્રથમ માનીને આગળ વધતો જા.
દસે દિશે ગજાવ નામ ઈસુ પ્રભુનું આજ.