462

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૬૨ - દેશસેવક

૪૬૨ - દેશસેવક
ગઝલ
(એફેસી. ૬ : ૧૦-૧૭)
કર્તા: ફિલિપ એચ. કિશ્વિયન
ટેક: અરે ઓ હિંદના યુવાન, રહ્યા શું ભૂલમાં ભારે ?
બનોને ખ્રિસ્તના સૈનિક તમારા દેશને માટે.
સમય બારીક આવે છે, શૂરા સૈનિક થાઓને;
ગ્રહી લો યુદ્ધ સામગ્રી તમારા દેશને માટે.
કસોને સત્યથી કમર, ધરોને ન્યાયનું બખ્તર;
સુવાર્તા શાંતિની પગમાં તમારા દેશને માટે.
ધરો વિશ્વાસ કેરી ઢાલ, હોલવવાને ભૂંડાનાં બાણ;
ધરો શિર ટોપ તારણાનો તમારા દેશને માટે.
ગ્રહો તરવાર આત્માની, પ્રભુની વાત એ માની;
ચલાવોને ચપળતાથી તમારા દેશને માટે.
ડરો નહિ, ખ્રિસ્ત છે આગે, તમારી જીત તો થાશે;
પડો યાહોમ કરીને આજ તમારા દેશને માટે.
તમારું જોર બતલાવો, શેતાની રાજ પલટાવો;
વિજયધ્વજ આજ ફરકાવો તમારા દેશને માટે.
હ્રદયનો રાજવી થઈને હવે ફાવી ગયો છે તે,
હઠાવી તેહને લડજો તમારા દેશને માટે.
નહિ પરવા કરો તનની અગર મોટાઈ કે ધનની;
કરો તમ દેહનું અર્પણ તમારા દેશને માટે.
જગત જ્યોતિ થયો ઈસુ, પછી શું આપણે ડરશું ?
ઘટે તો પ્રાણ અર્પીશું વહાલા હિંદને માટે.


Phonetic English

462 - Deshasevak
Gajhal
(Effacy. 6 : 10-17)
Karta: Philip H. Kishviyan
Tek: Are o hindana yuvaan, rahya shun bhoolamaan bhaare ?
Banone Khristana sainik tamaara deshane maate.
1 Samay baareek aave chhe, shoora sainik thaaone;
Grahi lo yuddh saamagri tamaara deshane maate.
2 Kasone satyathi kamar, dharone nyaayanun bakhtar;
Suvaarta shaantini pagamaan tamaara deshane maate.
3 Dharo vishvaas keri dhaal, holavavaane bhoondaanaan baan;
Dharo shir top taaranaano tamaara deshane maate.
4 Graho taravaar aatmaani, Prabhuni vaat e maani;
Chalaavone chapalataathi tamaara deshane maate.
5 Daro nahi, Khrist chhe aage, tamaari jeet to thaashe;
Pado yaahom kareene aaj tamaara deshane maate.
6 Tamaarun jor batalaavo, shetaani raaj palataavo;
Vijayadhvaj aaj pharakaavo tamaara deshane maate.
7 Hradayano raajavi thaeene have phaavi gayo chhe te,
Hathaavi tehane ladajo tamaara deshane maate.
8 Nahi parava karo tanani agar motaai ke dhanani;
Karo tam dehanun arpan tamaara deshane maate.
9 Jagat jyoti thayo Isu, pachhi shun aapane darashun ?
Ghate to praan arpeeshun vahaala hindane maate.

Image

Media - Gazal


Media - Composition By : Late Mr. Johnson Daniel