462

From Bhajan Sangrah
Revision as of 00:58, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૬૨ - દેશસેવક == {| |+૪૬૨ - દેશસેવક |- | |ગઝલ |- | |(એફેસી. ૬ : ૧૦-૧૭) |- | |કર્તા: ફિલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૬૨ - દેશસેવક

૪૬૨ - દેશસેવક
ગઝલ
(એફેસી. ૬ : ૧૦-૧૭)
કર્તા: ફિલિપ એચ. કિશ્વિયન
ટેક: અરે ઓ હિંદના યુવાન, રહ્યા શું ભૂલમાં ભારે ?
બનોને ખ્રિસ્તના સૈનિક તમારા દેશને માટે.
સમય બારીક આવે છે, શૂરા સૈનિક થાઓને;
ગ્રહી લો યુદ્ધ સામગ્રી તમારા દેશને માટે.
કસોને સત્યથી કમર, ધરોને ન્યાયનું બખ્તર;
સુવાર્તા શાંતિની પગમાં તમારા દેશને માટે.
ધરો વિશ્વાસ કેરી ઢાલ, હોલવવાને ભૂંડાનાં બાણ;
ધરો શિર ટોપ તારણાનો તમારા દેશને માટે.
ગ્રહો તરવાર આત્માની, પ્રભુની વાત એ માની;
ચલાવોને ચપળતાથી તમારા દેશને માટે.
ડરો નહિ, ખ્રિસ્ત છે આગે, તમારી જીત તો થાશે;
પડો યાહોમ કરીને આજ તમારા દેશને માટે.
તમારું જોર બતલાવો, શેતાની રાજ પલટાવો;
વિજયધ્વજ આજ ફરકાવો તમારા દેશને માટે.
હ્રદયનો રાજવી થઈને હવે ફાવી ગયો છે તે,
હઠાવી તેહને લડજો તમારા દેશને માટે.
નહિ પરવા કરો તનની અગર મોટાઈ કે ધનની;
કરો તમ દેહનું અર્પણ તમારા દેશને માટે.
જગત જ્યોતિ થયો ઈસુ, પછી શું આપણે ડરશું ?
ઘટે તો પ્રાણ અર્પીશું વહાલા હિંદને માટે.