461

From Bhajan Sangrah
Revision as of 00:30, 6 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૬૧ - દિલાસો == {| |+૪૬૧ - દિલાસો |- | |૮, ૬ સ્વરો |- | |"Take comfort, Christians" |- | |Tune: Bellerma. C. M. |- | |( ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૬૧ - દિલાસો

૪૬૧ - દિલાસો
૮, ૬ સ્વરો
"Take comfort, Christians"
Tune: Bellerma. C. M.
( ૧ થેસ્સા. ૪ : ૧૩-૧૮)
અનુ. : જેમ્સ ગ્લાસગો
જ્યારે વિશ્વાસુ ખ્રિસ્તી લોક ઈસુમાં ઊંઘી જાય,
ત્યારે તે અમર છતાં શોક ને રુદન શાને થાય ?
ને જેમ અધર્મીઓ નિરાશ, તેમ તમે થાઓ કેમ ?
મૂઆ પછી મળશે આકાશ, તાં બધું થશે ક્ષેમ.
મરણમાંથી ઉત્થાન પામીને, ઈસુએ કીધો જય,
તેમ શિષ્યો જગમાં મરીને જીવન ગાળશે નિર્ભય.
ઈસુ કાઢીને મોટો સાદ ઉઘાડશે સહુ શ્મજ્ઞ;
ને છેલ્લે શિંગે થશે નાદ, તે પહોંચશે સર્વ સ્થાન.
ને દેવના ભક્તો છૂટીને ચઢશે આનંદે બહુ;
આકાશી સેના ભેટીને તેઓને મળશે સહુ.
હ્યાં થોડાં વર્ષો વીતી જાય, ત્યારે જઈશું તે દેશ;
મિત્રોમાં ત્યાં વિયોગ નહિ થાય, મળશે શુદ્ધ સુખ હમેશ.