46

From Bhajan Sangrah
Revision as of 22:29, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો== {| |+૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો |- | |૮,૪ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો

૪૬ - પ્રભુનો વખાણવાનાં કારણો
૮,૪ સ્વરો
Tune: At Hud Y Nos. or Southgate
અનુ. : જે. વી. એસ. ટેલર.
દેવને સર્વ લોક વખાણો, હાલેલૂયા;
તેના ગુણો સર્વ જાણો, હાલેલૂયા;
તેણે માણસને સંભાર્યાં, પાપના મારથી તેમને વાર્યાં,
દોષના દંડથી તેમને તાર્યાં. હાલેલૂયા;
બાપની ઘણી સેવા કરો, હાલેલૂયા;
તેના બળથી સર્વ ડરો, હાલેલૂયા;
મોટા બળમાં તે ફરે છે, અદ્ભુત કામો ત કરે છે,
આખી સૃષ્ટિ તે ઘરે છે. હાલેલૂયા;
સંધાં સુતનું સ્તવન ગાઓ, હાલેલૂયા;
સર્વ તેને શરણે આવો, હાલેલૂયા;
બીકનાં કારણ તે કપાવે, પાપથી ઉદ્વાર તે સ્થોાાવે,
બાપની સંગત તે અપાવે, હાલેલૂયા;
દેવનો આત્મા સર્વ માગો, હાલેલૂયા;
તેનું કહેવું કરવા લાગો, હાલેલૂયા;
શુદ્ધ વિચારો મનમાં લાવે, સતનાં કામો તે કરાવે,
સ્વર્ગી અન્નથી તે ધરાવે. હાલેલૂયા;