457

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના)

૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના)
શિખરિણી
કર્તા: સિમોનભાઈ ગણેશભાઈ
અમે બાળો સંધાં નમન મનથી આજ કરતાં,
અહીં આવ્યાં આજે તમ સદનમાં પાય પડતાં;
પિતા છો પ્રેમી ને નિજ શિશુ તણી ખોજ કરતા,
હરી પાપો, શાપો, સતત સુખના ભોર ભરતા-
મળે માફી માટે ચરણ ધરવા કાંઈ જ નથી,
અમારાં કામો કે અબળ તનમાં કૈં બળ નથી;
જડાયો થંભે તે અનુશય વિના ના વળ નથી,
જિવાડો ત્રાતાજી અમ અધમમાં જીવન નથી.
તમે આપ્યાં છે જે નિશદિન બધાં દાન વરવાં,
અને બાંધી અપ્યું ઘર સરસ આ ભક્તિ કરવા;
તમે આપ્યું તે સૌ તન, મન, બધું પાય ધરિયે,
પિતાજી સ્વીકારો તવ સ્તુતિ તણાં ગાન કરિયે.
રિબાતાં હૈયાંના જખમ દ્રવતા તે રૂઝવવા,
દબેલા આત્માને ભયરહિત ને મુક્ત કરવા;
વહાલા સ્વામી તેં જળ, વચન ને રુધિર થકી,
કલિશિયા સ્થાપી છે પતિત જનનું તારણ ચહી.
હવે તો થંભેથી વિરલ જળનું સ્નાન ધરજો,
પવિત્રાત્મા રેડી હ્રદય શુચિતા રોજ કરજો;
વસી વાસો સાથે નવ સરજને પ્રાણ પૂરજો,
અને સત્યાત્માથી ભજન કરવા ભાવ ભરજો.
વળી વિશ્વાસીનાં દુ:ખ, દરદ, ને શાપ હરતો,
અને સૌ આત્માના વિમલ પથમાં તેજ ભરતો;
જગે સાક્ષી દેવા વચન વદતાં સાથ ધરતો,
પિતાજી દેજો એ અચળ અમને પ્રેમ ઝરતો.


Phonetic English

457 - Bhaktigharanun Arpan (Praarthana)
Shikharini
Karta: Simonbhai Ganeshbhai
1 Ame baalo sandhaan naman manathi aaj karataan,
Aheen aavyaan aaje tam sadanamaan paay padataan;
Pita chho premi ne nij shishu tani khoj karata,
Hari paapo, shaapo, satat sukhana bhor bharataa-
2 Male maaphi maate charan dharava kaani ja nathi,
Amaaraan kaamo ke abal tanamaan kain bal nathi;
Jadaayo thambhe te anushay vina na val nathi,
Jivaado traataaji am adhamamaan jeevan nathi.
3 Tame aapyaan chhe je nishadin badhaan daan varavaan,
Ane baandhi apyun ghar saras aa bhakti karava;
Tame aapyun te sau tan, man, badhun paay dhariye,
Pitaaji sveekaaro tav stuti tanaan gaan kariye.
4 Ribaataan haiyaanna jakham dravata te roojhavava,
Dabela aatmaane bhayarahit ne mukt karava;
Vahaala svaami ten jal, vachan ne rudhir thaki,
Kalishiya sthaapi chhe patit jananun taaran chahi.
5 Have to thambhethi viral jalanun snaan dharajo,
Pavitraatma redi hraday shuchita roj karajo;
Vasi vaaso saathe nav sarajane praan poorajo,
Ane satyaatmaathi bhajan karava bhaav bharajo.
6 Vali vishvaaseenaan dukh, darad, ne shaap harato,
Ane sau aatmaana vimal pathamaan tej bharato;
Jage saakshi deva vachan vadataan saath dharato,
Pitaaji dejo e achal amane prem jharato.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi