456

From Bhajan Sangrah
Revision as of 23:56, 5 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૫૬ - મંદિરની પ્રતિષ્ઠા == {| |+૪૫૬ - મંદિરની પ્રતિષ્ઠા |- | |હરિગીત |- | |કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫૬ - મંદિરની પ્રતિષ્ઠા

૪૫૬ - મંદિરની પ્રતિષ્ઠા
હરિગીત
કર્તા: એમ. વી. મેકવાન.
હે સૈન્યના પ્રભુ દેવ ! આ મંદિર તારું ખાસ છે,
રળીાામણા આ મંડપે, તારો પવિત્ર નિવાસ છે.
પ્રભુ ! દે સુખદ મિલાપ આજે એ અમારી આશ છે,
તુજ આંગણાંની સર્વદા, અમ અંતરે અભિલાષ છે.
આરાધના ને પ્રાર્થના, તારી અહીં થાયે ઘણી !
તુજ પ્રેમચક્ષુ ને શ્રવણ, ખુલ્લાં રહે મંદિર ભણી !
સુણ પ્રાર્થ ને દેજે ક્ષમા, અમ સર્વ અપરાધો તણી,
તુજ દિવ્ય શુદ્ધાત્મા તણી, કર વૃષ્ટિ અમ પર, હે ધણી !
સહુ સેવકો મંદિર માંહે, સેવ શુભ રીતે કરે,
સિયોનના શુદ્ધ માર્ગ જે, નિજ ધ્યાનમાં તેઓ ધરે,
સૌન્દર્ય તુજ અવલોકવા, આવે જનો આ મંદિરે !
નિરાશ, ઘાયલ ને શ્રમિત, આરામ પામે અંતરે !
મંદિર-પ્રતિષ્ઠા માંહી દે, તારી મીઠી સન્નિધતા !
વ્યાપી રહે તુજ સૌરવી, એમાં સદાય સમક્ષતા !
મંદિરરૂપી ભેટ આ, સ્વીકાર હૈ ઈશ્વરપિતા !
તારી પવિત્ર સેવ માટે, આજ તેને સ્થાપતાં !