45

From Bhajan Sangrah
Revision as of 21:22, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૫ – ત્રૈક ઈશ્વર== {| |+૪૫ – ત્રૈક ઈશ્વર |- |૧ |યહોવા વખાણું, મહા ત્રૈકમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫ – ત્રૈક ઈશ્વર

૪૫ – ત્રૈક ઈશ્વર
યહોવા વખાણું, મહા ત્રૈકમાનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે.
ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે;
ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે.
ત્રણે પુણ્ય સ્થાયે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીને ધરે પૂર્ણે પ્રીતે;
ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં