448

From Bhajan Sangrah
Revision as of 13:47, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૮ - પ્રભુભોજન == {| |+૪૪૮ - પ્રભુભોજન |- | |૭ સ્વરો |- | |"ઈસુ આવે ત્યાં સુધી" ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૮ - પ્રભુભોજન

૪૪૮ - પ્રભુભોજન
૭ સ્વરો
"ઈસુ આવે ત્યાં સુધી"
૧ " ઈસુ આવે ત્યાં સુધી" સંભારો આ વાત સારી,
વચમાં રહેનાર થોડો કાળ, આશાથી પામો અજવાળ;
સંભારો તે ઘર સ્વર્ગી, "ઈસુ આવે ત્યાં સુધી."
જ્યારે સગાંવહાલાં જાય, વિશ્રામ પામવા સ્વર્ગની માંય,
જ્યારે તેમનો પ્રેમી સાદ, અમને નહિ આપે ઉમેદ;
દુ:ખ છે થોડી વાર લગી, "ઈસુ આવે ત્યાં સુધી."
આસપાસ છે મેઘ ને અંધકાર, છતાં આનંદ છે આવનાર,
વધસ્તંભની સૌ વેદના, દુ:ખ, દિલગીરી ને ચિંતા,
રહેશે કેવળ જ્યાં લગી, "ઈસુ આવે ત્યાં સુધી."
પ્રેમભોજન તૈયાર જુઓ, રોટલી ખાઓ ને રસ પીઓ,
જેથી પ્રભુ રહેશે યાદ, જ્યાં લગ ખાઈએ સ્વર્ગપ્રસાદ,
સ્વર્ગી દૂત ને સંત સાથી, "ઈસુ આવે ત્યાં સુધી."