445

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૪૫ - જીવતો ઝરો

૪૪૫ - જીવતો ઝરો
એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ્ત-કૂખથી વહ્યું છે;
જે પાપી તેમાં નાહે છે, તે શુદ્ધ બને છે.
મરતો ચોર એને જોઈને ત્રાતાનો દોસ્ત થયો,
ને એમાં હું પણ નાહીને સૌ પાપથી શુદ્ધ થયો.
હે પ્રિય ત્રાતા, તારું રક્ત ન ખોશે શક્તિને,
જ્યાં સુધી બધા ખરા ભક્ત પ્રાપ્ત કરે મુક્તિને.
વિશ્વાસે જોઉં છું તે ધાર, જે તારા દિલથી વહી;
એ માટે તારી પ્રીત અપાર મને આનંદક રહી.
જ્યારે આ બોબડી જબાન કબરમાં છાની થાય,
ત્યારે આકાશમાં કરીશ ગાન ને નમીશ તારે પાય.

Phonetic English

445 - Jeevato jharo
1 Ek jharaamaan bharelun rakt, Khrista-kookhathi vahyun chhe;
Je paapi temaan naahe chhe, te shuddh bane chhe.
2 Marato chor ene joeene traataano dost thayo,
Ne emaan hun pan naaheene sau paapathi shuddh thayo.
3 He priya traata, taarun rakt na khoshe shaktine,
Jyaan sudhi badha khara bhakt praapt kare muktine.
4 Vishvaase joun chhun te dhaar, je taara dilathi vahi;
E maate taari preet apaar mane aanandak rahi.
5 Jyaare aa bobadi jabaan kabaramaan chhaani thaay,
Tyaare aakaashamaan kareesh gaan ne nameesh taare paay.

Image

Media - Hymn Tune : Evan - Sung By Mr.Samuel Macwan

Hymn Tune : Evan - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Cowper ( Cleansing fountain )

Media - Hymn Tune : Cowper ( Cleansing fountain ) , By Nelson Christian ( CTM )

Chords

(In tune of Cowper)
C        F            C       G
એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ્ત-કૂખથી વહ્યું છે;
  C      F        C  G   C          G
જે પાપી તેમાં નાહે છે, તે શુદ્ધ બને છે, તે શુદ્ધ બને છે.