441

Revision as of 13:12, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૧ - બાપ્તિસ્મા == {| |+૪૪૧ - બાપ્તિસ્મા |- | |"તેઓ તેની પાસે બાળકો લાવ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૪૧ - બાપ્તિસ્મા

૪૪૧ - બાપ્તિસ્મા
"તેઓ તેની પાસે બાળકો લાવ્યા."
કર્તા : વિલ્યમ રોબર્ટસન, ૧૮૨૦-૬૪
અનુ. : એમ. વી. મેકવાન
બન્યો બાળ નાનો ઈસુ ખ્રિસ્ત ત્રાતા,
મહા નામ જેનું દૂતો ગીત ગાતા !
હતો ગૌરવી દેવ જે સ્વર્ગનો તે
થયો બાળનો મિત્ર એ પૂર્ણ પ્રીતે !
પ્રભુને પિછાને સહુ માટ આવ્યો,
અને સ્વર્ગથી શુભ સંદેશ લાવ્યો :
"સહુ બાળ દો આવવા મુજ પાસે,
નકી રાજ સ્વર્ગી શિશુ કેરું થાશે."
અમે બાળ લાવ્યા, પ્રભુ, તુજ નામે,
થવા વારિ સંસ્કારના શુભ કામે.
પ્રભુ, દે કૃપા રક્ષ આ બાળ તારાં,
અને સ્નાન દે દિવ્ય આત્માથી તારા.
કરે સર્વ બાળો દૂતો જેમ સેવા,
પ્રભુ રક્ષજે તું તણે માર્ગ રે'વા.
સહુ બાળને આપ આશિષ સારા,
ધરી નામ તેઓ તણાં હસ્ત તારા.
સ્તુતિ ગાય પ્રત્યેક આ બાળ તારી,
સહુ સ્વર્ગનાં સૈન્યની સાથ સારી.
પિતા, પુત્ર ને આત્મા શુદ્ધ સ્વામી,
સદા ધન્ય ! ત્રિધન્ય હો ! સ્વર્ગધામી.