440

From Bhajan Sangrah
Revision as of 13:10, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૦ - બાપ્તિસ્મા == {| |+૪૪૦ - બાપ્તિસ્મા |- | |ભુજંગી |- | |“Gracious Saviour gentle Shepherd” |- | |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૦ - બાપ્તિસ્મા

૪૪૦ - બાપ્તિસ્મા
ભુજંગી
“Gracious Saviour gentle Shepherd”
Tune: R. C. H. 310
જોન કેબ્લ, ૧૭૯૨-૧૮૬૬
જેન એલિઝા લીસન, ૧૮૦૭-૮૨
અનુ. : મહિજી હીરાલાલ અને ડબ્લ્યુ. જે. હાન્ના
કૃપાવંત ત્રાતા ! રખેવાળ સારા !
તને બાળકો પ્રિય છે સૌ અમારાં;
લઈ હાથમાં ગોદમાં ઊંચકી લે,
અને આશિષે શાંતિમાં બાળ ખીલે.
રખેવાળ તારા સુરક્ષિત વાડે,
તું તો બાળને સાચવે ને શિખાડે;
કૃપાથી ખરા પ્રેમમાં દોરી લેજે,
અને સાંકડા માર્ગમાં સાથ દેજે.
શુચિ શિક્ષણે બાળને કેળવી દે,
અને દિલ સ્વર્ગીય તેજે ભરી દે;
સદા સ્નેહથી ઊંચકે બોજ તારો,
અને સત્ય માર્ગે થજે દોરનારો.
જગે હોઠ ને દિલથી એક ધારી,
બધાં બાળ ગાયે સ્તુતિ મિષ્ટ તારી;
અને સ્વર્ગમાં સંતની સાથ તું ને
સ્તવે સ્તોત્રથી બાળ રાજા પ્રભુને.