૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું

૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું
થયો આજ આ ઉરમાં હર્ષ ભારી, નિહાળી સભા આ ભલી સુખકારી;
રૂડી જોડ આ જોડતાં જોઈ આજે, દીસે એકબીજા તણાં સુખ કાજે.
અતિ ઓપતાં આ દીસે છે સજોડે, નહિ કાળ કે ક્રોધ આ જોડ તોડે;
સદા સ્નેહથી એ વસે નિજ ધામે, વળે છે ખરા સંપથી શુભ કામે.
રૂડી જોડ જોડી થયાં ખુશકારી, પ્રભુ, જોડજો એહ જાતે પઘારી;
સદા સુખિયારી બને એહ જોડી, અમો માગીએ સર્વ એ હાથ જોડી.


Phonetic English

439 - Lagn Pachhi Mandiramaan Gaavaanun
1 Thayo aaj aa uramaan harsh bhaari, nihaali sabha aa bhali sukhakaari;
Roodi jod aa jodataan joi aaje, deese ekabeeja tanaan sukh kaaje.
2 Ati opataan aa deese chhe sajode, nahi kaal ke krodh aa jod tode;
Sada snehathi e vase nij dhaame, vale chhe khara sanpathi shubh kaame.
3 Roodi jod jodi thayaan khushakaari, Prabhu, jodajo eh jaate paghaari;
Sada sukhiyaari bane eh jodi, amo maageeye sarv e haath jodi.

Image

 


Media - Bhoojangi Chhand

Media - Composition By : Mr. Robin Rathod