438

From Bhajan Sangrah
Revision as of 12:53, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૩૮ - લગ્નપ્રસંગે પ્રભુને વિનવણી == {| |+૪૩૮ - લગ્નપ્રસંગે પ્રભુને વિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૩૮ - લગ્નપ્રસંગે પ્રભુને વિનવણી

૪૩૮ - લગ્નપ્રસંગે પ્રભુને વિનવણી
(શુભ દિન આદિતવાર આનંદકાર ઘણો છે - એ રાગ)
કર્તા : આર. પી. ક્રિસ્ટી
પ્રભુ, મારે આંગણે વહેલા પધારો, આયુષ્યમાં આ અવસર સારો,
દેખાડ્યો લગ્નનો દહાડો; પ્રભુ, વહેલા પધારો.
મંડપ શોભે વિવિધ રંગે, સગાં સહોદર આવ્યાં ઉમંગે,
આવો તમે સતસંગે; પ્રભુ, વહેલા પધારો.
આપ વિના સહુ વ્યર્થ જ જાશે, લગ્નનું ધ્યેય તે નહિ સચવાશે,
દિલડાં અતિ કચવાશે; પ્રભુ, વહેલા પધારો.
આપ થકી સહુ સાર્થક થાશે, લગ્નનું ધ્યેયે સચવાશે,
દિલડાં અતિ હરખાશે; પ્રભુ, વહેલા પધારો.
આશિષ દો દંપતીને સારા, સંગે રહો સદાય, સુપ્યારા;
થશે ઘણાં સુખિયારાં; પ્રભુ, વહેલા પધારો.