436

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૪૩૬ - લગ્નનું ગીત

૪૩૬ - લગ્નનું ગીત
ભીમપલાસ
("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.)
કર્તા : એમ. ઝેડ. ઠાકોર
આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર,
હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર,
તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત,
અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત.
તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ,
હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ;
આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ,
માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ.
ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર,
એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર,
અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય,
તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય.
તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય,
તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય,

એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર,

એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર.

436 - Lagnanu Geet