432

From Bhajan Sangrah
Revision as of 22:51, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૩૨ - લગ્નનું ગીત == {| |+૪૩૨ - લગ્નનું ગીત |- | |ભુજંગી |- | |કર્તા: થોમાભાઈ |- | ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૩૨ - લગ્નનું ગીત

૪૩૨ - લગ્નનું ગીત
ભુજંગી
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ
રચી, દેવ, તેં દુનિયા ખૂબ સારી, નિહાળી વખાણું તને વારવારી;
કર્યું માનવી, દેવ, તેં ધૂળમાંથી, દઈ શ્વાસ પોતા તણો મુખમાંથી.
બધી ચીજથી માનવી શ્રેષ્ઠ કીધું, અને આતમા, જ્ઞાન, વિવેક દીધું;
ન'તું સાથ બેલું, લીધું માંસ તેનું, કરી નાર આપી, 'હવા' નામ એનું.
નિહાળી પછી આદમે આંખ ધારી, ભલા માંસ મારું થયું મુજ નારી;
થયા તે બન્નેના વિવા' દેવ હાથે, સુખી બહુ થયાં દેવથી સર્વ વાતે.
વિવા' જે કરે શાસ્ત્રની રીત જાણી, રહે દેવની તે ઘરે મે'રબાની;
સુખી જો થવું હોય તો વાદ મૂકો, રહો પ્રેમમાં તો થશે દૂર દુ:ખો.
ખરા દિલથી દેવનો પ્રેમ રાખો, અને એકબીજા તણું હિત તાકો;
વહુએ ધણીને ખરું માન દેવું, કરારો પ્રમાણે કહ્યામાં જ રે'વું.
ધણીએ વહુને ખરો પ્રેમ દેવો, કરે અંગ પોતા તણે જેમ તેવો;
કદી દ્વેષ પોતા તણો કો ન કીધો, ઈસુ મંડળી કારણે જીવ દીધો;
બધાં આપણે ખ્રિસ્તનાં અંગ જાણો, અને શિર તે આપણો ઈષ્ટ માનો;
મૂકી માનવી માત ને તાત કોરે, વહુ સાથ રે'શે લગી જાય ઘોરે.
ઈસુ મંડળીનું ખરું શિર જાણો, વહુઓ, તમારા ધણી શિર માનો;
હવે હ્યાં તમે જે કરો છો કરારો, સદા પાળવા કોલ આપો તમારો.
યહોવા અને મંડળી સાક્ષ જાણી, કરારો તમે પાળશો એમ માની;
યહોવા, થજે આશિષો આપનારો, અને સેવકોનો થજે પાળનારો.
૧૦ સુકાળે દુકાળે દિલાસો જ દેજે, સદા એમને ઘેર તું વાસ લેજે;
વિનંતી પિતા, માનજે ખ્રિસ્ત નામે, સદાકાળ આમેન, આમેન જામે.