430

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના
નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે;
કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે.
મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં;
તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા.
પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા;
કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.

Phonetic English

430 - Nootan Varshani Praarthana
1 Navale varase divase divase, vibhu ! De bal jeevanamaan atishe;
Kar jaan khari tuj satya vishe, muj aatma sada tujamaan vikase.
2 Manamaan, tanamaan, muj vartanamaan, bhaar bhakit rahe ras jeevanamaan;
Tav saty, daya, shuddhata, samata, dhanavaan thava bhar e ja mata.
3 Paritaap badha dilane damata, haraje hararoj dhari mamata;
Kar vaas hrade ur aash phale, tav premal geet gavaay bale.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Mr .Wilson Emanuel