430

From Bhajan Sangrah
Revision as of 22:46, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના == {| |+૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના |- |૧ |નવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના
નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે;
કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે.
મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભાર ભકિત રહે રસ જીવનમાં;
તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા.
પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા;
કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.