428

From Bhajan Sangrah
Revision as of 22:43, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૮ - નવીન વર્ષ == {| |+૪૨૮ - નવીન વર્ષ |- | |કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ |- | |- | ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૮ - નવીન વર્ષ

૪૨૮ - નવીન વર્ષ
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ

ટેક:

નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે,
સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે.
જીવન વિણના બચુ જીવોને તું જિવાડી લેજે રે,
આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન.
ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે,
નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન.
તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે,
સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન.
સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે,
આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન.
આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે,
દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન.
ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે,
હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન.
ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે,
તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન.
સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે,
નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન.