426

From Bhajan Sangrah
Revision as of 22:28, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૬ - પ્રભુ સર્વ સફળતાનું મૂળ == {| |+૪૨૬ - પ્રભુ સર્વ સફળતાનું મૂળ |- |૧ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૬ - પ્રભુ સર્વ સફળતાનું મૂળ

૪૨૬ - પ્રભુ સર્વ સફળતાનું મૂળ
જો ઈશ્વર ઘર ના બાંધે તો મિથ્યા શ્રમ લે ઘર કરનાર;
જો પ્રભુ પુરને રક્ષે નહિ તો વ્યર્થ જ જાગે ચોકીદાર.
વે'લું ઊઠવું, મોડું સૂવું, દુ:ખે ખાવું એ સૌ વ્યર્થ,
કાં કે પ્રભુ નિજ વા'લાંઓ જો ઊંઘે તોપણ સારે અર્થ.
જુઓ, પ્રભુએ આપ્યું કેવું બાળકરૂપી ધન મૂલવાન !
નિશ્વે બાળો માબાપોનાં તેનું મોટું છે પ્રતિદાન.
યુવાસ્થાના સૌ પુત્રો, બાણાવળીના બાણ સમાન;
જેનો ભાથો તેથી ભરેલો ધન્ય ખરે તે જન બળવાન.