424

From Bhajan Sangrah
Revision as of 22:25, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૪ - સુખી ઘર == {| |+૪૨૪ - સુખી ઘર |- | |૧૧, ૧૦, ૧૧, ૧૦ સ્વરો |- | |"O happy Home" |- | |Tune: Alverstoke |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૪ - સુખી ઘર

૪૨૪ - સુખી ઘર
૧૧, ૧૦, ૧૧, ૧૦ સ્વરો
"O happy Home"
Tune: Alverstoke
કર્તા: સી. જે. પી. સ્પિટ્ટા,
૧૮૦૧-૫૯
અનુ. : આઈ. વી. માસ્ટર
ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તું છે પ્યારો,
પ્રેમી દોસ્ત અને અમારો તારનાર,
આવનાર મહેમાનોમાં તું સૌથી ન્યારો,
ઘરમાં અગ્રસ્થાન માત્ર તું જ લેનાર.
ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તુજ સેવા થાય,
નાનું મોટું કામ સૌ કરે નિર્મિત,
ને હરેક કામ મહાન પવિત્ર મનાય,
કાં કે તે છે તુજ સેવા માટ ખચીત.
ઓ સુખી ઘર, જ્યાં, ખ્રિસ્ત નથી ભુલાયેલ,
ઘરમાં સૌ જણ કરે આનંદ ઉલ્લાસ,
ઓ ધન્ય ઘર, જ્યાં, દુ:ખી સૌ આણેલ,
હે મહાન વૈદ, તાજગી મળે તુજ પાસ.
આ જગ પરની સેવાનો જો અંત આવ્યો,
સૌ ભેટશું ખ્રિસ્ત તુજને ઘર આકાશી,
જ્યાંથી તું આવ્યો ને પાછો સિધાવ્યો,
તે પ્રેમ સુખનું તુજ ઘર અવિનાશી.