421

From Bhajan Sangrah
Revision as of 22:03, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન == {| |+૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન |- | |(રાગ-પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન

૪૨૧ - ખ્રિસ્તનું ન્યાયશાસન
(રાગ-પરમ પિતાકી હમ સ્તુતિ ગાએ)
કર્તા: જે. એસ. પ્રકાશ
કેવું મધુર પ્રભુ ઈસુનું નામ, જગને બચાવે છે પાપથી તમામ;
ઈસુએ ઉઠાવ્યો પાપોનો ભાર સ્તંભે સહી થયો સ્વર્ગી દ્વાર.
આકાશી વૈભવમાં તે બિરાજે, મધ્યસ્થી સર્વને કાજ તે કરે;
જગના અંતે પ્રભુ આવશે રે, સર્વ માનવજાત જોશે ખરે.
આકાશી સેના સહિત તે આવે, સહસ્ર સાલ ઈસુ રાજ ચલાવે;
મત્ર્ય લોકો સજીવન કરાશે, સન્મુખ પ્રભુ સૌ ઊભા થશે.
અદલ ઈન્સાફ પ્રભુ ખચીત કરે, નમ્ર જનો તહીં ન્યાયી ઠરે;
વતન બને ધરણી રાંક જનો કાજ, સ્થાન રહે નહિ ત્યાં જુલ્મીને માટ.
શાસ્ત્ર કહે : સમય આવ્યો નજીક ખ્રિસ્ત પાછો આવે છે જાણો ખચીત;
અનંતકાળિક અગ્નિ દુષ્ટોને માટ, ન્યાયી રહે સહુ પ્રભુ સંઘાત.
પ્રાર્થનાનો ધૂપ નિત્ય ઊંચે ચઢે, સ્વર્ગે સંતો તેની સેવા કરે;
માન, મહિમા, પ્રભુ ઈસુને દો, યુગાનુયગ તેને મહિમા હો.