42

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ

૪૨ - સપ્તાહનો શ્રેષ્ઠ દિવસ
માદરી
“This is the day of light”
R.C.H.267
કર્તા : જે. એલર્ટન,
૧૮૨૬-૮૩
અનુ. : એમ. વી. મેકવાન
દિન આ પ્રકાશનો
દે, પ્રભુ, પ્રકાશ ઉર આજ આ રવિતણો;
અંધકાર પાપનો કાપ, સર્વ શાપનો;
રાત શોકની વીતે, સુહર્ષ દે પ્રભાતનો.
વાર આ વિશ્રામનો,
બક્ષનાર જીવ તાજગી, નિરાંતનો;
છે શ્રમિત જે જેનો, ને પીડિત જે મનો,
આપ તાજગી ભરેલ, દિવ્ય ઓસ તું તણો.
દિન આજ શાંતિનો,
શાંતિ દે અમો મહીં, વિનાશ થાય ભ્રાંતિનો;
કલેશ ને કુસંપનો, વેર ને વિરોધનો,
બંધ પાડ, હે કૃપાળ, ઉગ્ર નાદ યુદ્ધનો.
દિન આજ પ્રાર્થનો,
દે થવા મિલાપ આજ દિવ્ય વ્યોમ વિશ્વનો ;
આપ, દેવ, દર્શનો, સ્વાદ સ્વર્ગી સ્પર્શનો,
સ્વર્ગથી અહીં પધાર, હસ્ત દે મિલાપનો.
શ્રેષઠ દિન આજનો,
દે જીવંત શ્વાસ, મર્ત્ય જીવતાં બને જનો;
દે પ્રબોધ પ્રેમનો, ગાય ગુણ દેવનો,
શ્રેષ્ઠ દિન ! ધન્ય; આજ મૃત્યુ જીતનારનો !

Phonetic English

42 - Saptaahano Shresht Divas
Maadari
“This is the day of light”
R.C.H.267
Kartaa : J. Alaturn,
1826-83
Anu. : M. V. Mekwan
1 Din aa prakashano
De, prabhu, prakash ur aaj aa ravitano;
Andhakaar paapno kaap, sarv shaapno;
Raat shokani vite, suharsh de prabhaatno.
2 Vaar aa vishraamano,
Bakshanaar jeev kaaj taajagi, nirantano;
Che shramit je jeno, ne pidit je mano,
Aap taajagi bharel, divya os tu tano.
3 Din aaj shaantino,
Shaanti de amo mahi, vinash thaay bhraantino;
Kalesh ne kusanpano, ver ne virodhano,
Bandh paad, he krupal, ugra nad yuddhano.
4 Din aaj praarthno,
De thava milaap aaj divya vyom vishwano;
Aap, dev, darshano, swaad swargi sparshno,
Swargthi ahin padhaar, hast de milaapano.
5 Shreshth din aajno,
De jivant shwaas, martya jeevata bane jano;
De prabodh premno, gaay gun devno,
Shreshth din ! Dhanya; aaj mrutyu jitanaarno !

Image

Hymn Tune : Swabia - Sheet Music

Sheet Music (Piano)

Media - Hymn Tune : Swabia


Media - Maadari Chhand (Traditional Tune ) Sung By C.Vanveer