419

From Bhajan Sangrah
Revision as of 21:58, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૯ - અંતોનો વિશ્રામ == {| |+૪૧૯ - અંતોનો વિશ્રામ |- | |૧૦ સ્વરો ને હાલેલૂય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧૯ - અંતોનો વિશ્રામ

૪૧૯ - અંતોનો વિશ્રામ
૧૦ સ્વરો ને હાલેલૂયા
"For all the saints"
Tune: St. Philip or Sarum. C. H. 339
કર્તા: વિલ્યમ ડબ્લ્યુ. હાઉ, ૧૮૨૩-૯૭
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ
સૌ સંતો શ્રમથી મુકત થઈ વિરામ્યા,
આપી સાક્ષી વિશ્વાસે સૃષ્ટિમાં,
ઈસુ, તારું નામ સ્તુત્ય હો સદા. હાલેલૂયા. હાલેલૂયા.
તું સામથ્ર્ય, કિલ્લો, ખડક તેમનો થઈ,
ભારે યુદ્ધ મધ્યે આગેવન તું રહી,
તું દેતો પ્રકાશ ઘોર સંધારા મહીં. હાલેલૂયા.
ભૂતકાળે શુભ યુદ્ધ કીધું એમણે તુજ કાજ,
તેમ વિશ્વાસુ સાચા યોદ્ધા થઈ આજ,
અમે જયવંત થઈ પામીએ સુવર્ણ તાજ. હાલેલૂયા.
શી ધન્ય સંગત ! શી દૈવી ભ્રાતૃતા !
મથીએ અશકર, પણ સંત દીપે સ્વર્ગમાં,
તોય તુજ વહાલાંઓ એક છે તારામાં. હાલેલૂયા.
જો કે ભાસે યુદ્ધ લાંબું ને ભયકાર,
તો પણ દૂરથી કર્ણે પડે જયકાર,
બળ ધરે હાથ ને ઉર, સૌ ફરી વાર. હાલેલૂયા.
સોનેરી સંધ્યા પ્રકાશે પશ્વિમે,
પામે આરામ શૂરવીરો પળપળે,
સ્વર્ગમાંની શાંતિ મીઠી, સુખકર છે. હાલેલૂયા.
આ છે દિન એક ખરો ગૌરવવાન,
ઉજ્જવળ વસ્ત્રે સોહે ત્યાં સંત જયવાન,
ચાલે તે માર્ગે રાજા સ્તુતિમાન. હાલેલૂયા.
ઓળંગી ભૂમિ ને સાગર અનંત
પેસે છે મોતીદ્વાર અસંખ્ય સંત,
ગાા ત્રિએક દેવનાં ગાતાં મહિમાવંત. હાલેલૂયા.