416

Revision as of 21:49, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૬ - નદી પાસે એકઠા થઈએ == {| |+૪૧૬ - નદી પાસે એકઠા થઈએ |- | |"Shall we gather at the river" |- | |Tune...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૧૬ - નદી પાસે એકઠા થઈએ

૪૧૬ - નદી પાસે એકઠા થઈએ
"Shall we gather at the river"
Tune: S. S. 68
૮, ૬ સ્વરો
નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ;
તેનું નિર્મળ જળ સદાએ, વહે છે દેવાસન પાસ.
ટેક: હા, આપણાથી ભેળા થવાય, સુંદર, સુંદર, નદી પાસ મળાય;
સંતો કેરો થાય સહવાસ, નદી વહે દેવાસન પાસ.
નદીના કિનારા પાસે, જળ જ્યાં રૂપેરી દેખાય,
દેવનું ભજન કરવા માટે, આપણ ચાલીએ સદાય.
ત્યાં જઈએ તે પહેલાં આપણે, તજીએ બધાં પાપી કાજ;
પ્રેમી દેવ છુટકારો દઈને, આપશે પોશાક તથા તાજ.
સુંદર નદીના પ્રકાશે, ખ્રિસ્તની પડે પ્રતિમાય,
સંતને મોત જુદા ન પાડે, કૃપાનાં તે ગીતો ગાય.