412

Revision as of 21:12, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ == {| |+૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ

૪૧૨ - સ્વર્ગવાસમાં ભક્તનું સુખ
ચોપાયા
કર્તા: જે. વી. એસ. ટેલર
ભક્ત તણી છે શુભ શુભ નગરી, સ્વરના ઊંચા વાસો,
કંચનના રસ્તા પર તેમાં ચાલે છે પ્રભુ દાસો.
ભક્ત તણી છે શુભ શુભ સરિતા સ્વરમાં ઊંચે વહેતી,
તેના જળનું નિત નિત પીએ સાચાના સહુ હેતી.
ભક્ત તણાં છે શુભ શુભ ગીતો સ્વરને ઊંચે રાગે,
પ્રભુને નામે કીર્તન સાથે કંચન વાજાં વાગે.
ભક્ત તણાં છે શુભ શુભ ઠામો સ્વરમાં સિદ્ધ કરેલાં,
ઈસુએ ત્યાં સિદ્ધ કર્યા છે જ્યાં પોતે જ ગયેલા.
ભક્તો સાથ શુભ શુભ દૂતો સ્વર્ગ સભામાં રહે છે,
સેવામાં પ્રભુ આસન ઘેરી પૂર્ણાનંદ જ લે છે.
ભક્ત તણે કાજ છે એવાં સ્વરમાં શુભ શુભ વાનાં,
કોએ મનમાં જે નહિ ધાર્યાં, ત્યાં પ્હોંચી લેવાનાં.