409

From Bhajan Sangrah
Revision as of 20:58, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૦૯ - અખંડાનંદ == {| |+૪૦૯ - અખંડાનંદ |- | |માલકોષ |- | |કર્તા: જે. એ. પરમાર. |- |ટે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૯ - અખંડાનંદ

૪૦૯ - અખંડાનંદ
માલકોષ
કર્તા: જે. એ. પરમાર.
ટેક: અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા !
પરમ પવિત્ર પ્રભુ મિત્ર છે ખચીર સદા.
જેના આદિ પૂર્વજો આરામ લે, પવિત્ર બની !
વસે સુખધામ જ્યાં વિશ્રામ ને વિરામ સદા. અહો.
જેનાં મૃતજન પ્રિય માટ હ્યાં કલ્યાંત કરે !
લૂછે અશ્રુ આંખમાંથી પ્રતિદિન પ્રભુપુત્ર સદા. અહો.
બધા શુદ્ધ ભક્ત શુદ્ધ ભાવથી સુભક્તિ કરે !
અમંગળ મૂર્તિ આદિ વસ્તુથી વિરોધ સદા. અહો.
શારીરિક ભ્રાંતિ આદિ વેદનાથી મુક્ત રહે !
અવિનાશી અંગ જેનાં રહે છે શ્વેત સદા. અહો.
બધાં ઉરપત્ર ઘૂંઘટ માત્ર ત્યાંથી દૂર થશે !
પડદાની પેલી બાજુ થશે ઐક્ય સુખદ ભેત સદા. અહો.