406

From Bhajan Sangrah
Revision as of 20:46, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૦૬ - અલ્પાયુષ્ય == {| |+૪૦૬ - અલ્પાયુષ્ય |- | |લાવણી |- | |કર્તા: કા. મા. રત્નગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૬ - અલ્પાયુષ્ય

૪૦૬ - અલ્પાયુષ્ય
લાવણી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી;
ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ.
વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી;
દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું.
સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું;
ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું;
જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે;
કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું.
ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં;
આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું.
સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી;
સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું.