403

From Bhajan Sangrah
Revision as of 20:04, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે == {| |+૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે |- |૧ |સાંજ પડે છે જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે

૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે
સાંજ પડે છે જીર તણી, પ્રભુ, દૂર ન જાજે,
રાતતણો કાળોખ વધે, પાસે, પ્રભુ, થાકે;
જ્યારે બીજા આશ્રય તો, બળહીન જણાશે,
ત્યારે, નાથ અનાથ તણા, તું રહે મુજ પાસે.
જીવ તણા મુજ અલ્પ દિનો, વીતી ઝટ જાયે,
ભૂતળ સુખ તણો મહિમા ઝાંખો નિત થાયે;
જારી રોગ, વિકાર, જરા, દીસે સહુ વાસે,
હે અવિકારી દેવ, સદા તું રહે મુજ પાસે.
આપી થોડું દર્શન તો પાછો ન છુપાજે,
બોલી થોડાં કૈં વચનો, નિર્વાચ ન થાજે;
આવીને ન પછી જાતો, પંથી જ્યમ જાશે,
ક્ષેમ સમાધાને વસતાં, તું રહે મુજ પાસે.
જો નૃપનો મોટો હું વૈભવ જોઉં,
બીક તથા ગભરાટ થકી હું ધીરજ ખોઉં;
માટે પ્રેમ, દયા, કરુણા જે શાંત ગણાશે,
તે ગુણનો દેખાવ કરી, પ્રભુ,રહે મુજ પાસે.
તેં મુજ બાળપણામાં તો બહુ પ્રેમ જણાવ્યો,
જો પણ આડો મેં બળવો બહુ વાર ચલાવ્યો;
તોય મને ત્યાગ્યો નહિ તેં, નાખ્યો નહિ નાશે,
તેમ જ અંત સુધી કરતાં, પ્રભુ, રહે મુજ પાસે.
દૂર થયો જો તું મુજથી, તો હું ભટકીને,
કંઈ આડેઅવળે નીકળું, સત સર્વ તજીને;
માટે તું નિત દોર મને પથ જેમ ચઢાશે;
પોં'ચી ઘેર જતાં લગ તો, પ્રભુ, રહે મુજ પાસે.
જો પ્રભુ દે વરદાન મને, રિપુ બીક ન જાણું,
રુદનની કડવાશ મટે, દુ:ખો નહિ માનું,
મોત તણો ક્યાં ડંખ ગયો ? જય ક્યાં મૃતવાસે ?
જીતીને હું પાર પડું, જો તું મુજ પાસે.
મૃત્યુમે સત વાત ધર્યે, મારી ચક સામો,
ઝાંખ થતાં, સુપ્રકાશ કરી દેખાડ વિસામો;
રાત જતાં તો ફો ફાટે, સ્વરસૂર્ય પ્રકાશે,
જીવનકાળે મોત સમે પ્રભુ, રહે મુજ પાસે.