400

Revision as of 19:52, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૪૦૦ - હોડી હંકારો == {| |+૪૦૦ - હોડી હંકારો |- | |કર્તા: ગેર્શોમ એસ. દાસ |- | |- |૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૦૦ - હોડી હંકારો

૪૦૦ - હોડી હંકારો
કર્તા: ગેર્શોમ એસ. દાસ
હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી
....હોડી.
આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું
....હોડી.
ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં
....હોડી.
હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો
....હોડી.
જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે
....હોડી.
ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે
....હોડી.
નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો
....હોડી.