40

From Bhajan Sangrah
Revision as of 20:54, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૦ - આદિતવાર== {| |+૪૦ - આદિતવાર |- |ગરબી કર્તા : |કા. મા. રત્નગ્રાહી |- |ટૅક : |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦ - આદિતવાર

૪૦ - આદિતવાર
ગરબી કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટૅક : ધન દહાકો ધન આદિત કરો, ભજીએ ઈસુ નાથ;
દહાડો બહુ સારો રે.
ઘંટતણા શુભ નાદ સુણીને, હરખાઈએ મન સાથ;..... દહાડો.
પ્રભુમંદિરમાં દોડી જઈએ, સૌ વહાલાં સંગાથ;..... દહાડો.
સંસારી ખટપટને ટાળી, સુણીએ પ્રભુની વાત;..... દહાડો.
પ્રભુભજનમાં રહેવાથી તો મન થશે રળિયાત;..... દહાડો.
આળસ ને વળી ઊંઘ તજીને રહીએ દેવની સાથ;..... દહાડો.
દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો.