૩૯૩ - ઔકય વિષે

૩૯૩ - ઔકય વિષે
એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સાચું;
બીક વિના રે કામ ચલાવે, કંઈ નહિ રાખે કાચું.
એકપણું તો સૌમાં શોભે, સૌથી ઉત્તમ લાગે;
એ આભૂષ્ણ જેને ઉરે તેનાં દુ:ખડાં ભાગે.
અંગ તણા તમ અવયવ ભાળો, એકપણાએ ચાલે;
તનને સુખ દેવાને કાજે કેવો આશ્રો આલે !
એકપણામાં મત જો પેઠો, વેરી ફાવી જાશે,
ભાઈપણામાં વેર કરાવી, અંતે ખુશી થાશે.
રે, હે જગના ત્રાતા ઈસુ, ઐક્ય જ અમને દેજે;
એકપણામાં રહીએ માટે, અમ મધ્યે તું રહેજે.

Phonetic English

393 – Aukay Vishe
1 Ekpanaanu bandhan rudu, ae to takshe saachu;
Beek vina re kaam chalaave, kai nahi raakhe kaachu.
2 Ekpanu to sauma shobhe, sauthi uttam laage;
Ae aabhooshn jene ure tena dukhda bhaage.
3 Ang tana tam avayava bhaado, ekpanaae chaale;
Tanane sukh devaane kaaje kevo aashro aale !
4 Ekpanamaa mat jo petho, veri faavi jaashe,
Bhaipanaamaa ver karaavi, ante khushi thaashe.
5 Re, he jagna traata Isune, aiky aj amne deje;
Ekpanaamaa rahiae maate, am madhye tu raheje.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Desh

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni

Media - Composition By : Mr. Prakashbhai Frank - CNI ANAND CHOIR