392

Revision as of 19:18, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૯૨ - તમારા દીવા સળગતા રાખો == {| |+૩૯૨ - તમારા દીવા સળગતા રાખો |- |૧ |રાખજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૯૨ - તમારા દીવા સળગતા રાખો

૩૯૨ - તમારા દીવા સળગતા રાખો
રાખજો દીવા સળગતા રાખજો રે,
વાયરે જો જો ન હોલવાઈ જાય..... (૨).... રાખજો.
રાખજો કમર કસેલી રાખજો રે,
કમરબંધ ન સરકી જાય.... (૨)... રાખજો.
અંતની ઘડીઓ હવે તો આવશે રે,
ઘરમાં ધૂસી જાએ જ્યમ ચોર.... (૨)... રાખજો.
જાણજો દુશ્મનનાં ધાડાં આવશે રે,
ત્યારે યુદ્ધ થશે ઘનઘોર.... (૨)... રાખજો.
દેવની વાણી જગતમાં વ્યાપશે રે,
ત્યારે થાશે જગતનો અંત.... (૨)... રાખજો.
અંતે ટકે તે તાતણ પામશે રે,
પ્રાર્થના કરજો રાખીને ખંત.... (૨)... રાખજો.