388

From Bhajan Sangrah
Revision as of 19:08, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૮ - દુર્ગ રાખો == {| |+૩૮૮ - દુર્ગ રાખો |- |૧ |જો, સજોદ્ધા, જો ધજા રે, ઉચ્ચ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૮ - દુર્ગ રાખો

૩૮૮ - દુર્ગ રાખો
જો, સજોદ્ધા, જો ધજા રે, ઉચ્ચ દીસે જો;
સાહ્યકારી પહોંચશે, જો, જીત થાશે હો. દુર્ગ.
ટેક: "દુર્ગ રાખો, હું આવું છું," ખ્રિસ્ત ભાખે આ;
ઉત્તરે તો એવું બોલો: "તવ દયાએ હા."
જો, બળિષ્ઠો માર્ગ કાપે, દુષ્ટ દોરે જ્યાં;
જો, પડે રે વીર મોટા હામ મૂકી હ્યાં. દુર્ગ.
જો, ધજા રે દીપ્ત દીસે, શિંગ વાદે બહુ;
નાથ નામે જીત થાશે, શત્રુ હારે સહુ. દુર્ગ.
ઉગ્ર, લાંબું જુદ્ધ ચાલે, સાહ્ય પાસે છે;
જો, નિયંતા આવી પહોંચ્ચો, "જે" કહો રે, "જે." દુર્ગ.