385

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય

૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
રક્તવર્ણી ધ્વજા ફરકે દૂર: કોણ તેની પૂઠે જાય?
જે દરદ પર જય પામીને દુ:ખપ્યાલો લે મુખમાંય;
જે ધૈર્ય રાખી ઊંચકે સ્તંભ તે તેની પૂઠે જાય.
મરણની પેલી પાર જઈ પહોંચી સાક્ષીની આંખ;
પ્રભુની નભમાં જોઈને સહાયની મારી હાંક;
થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોત લગ કાય,
શત્રુને માટે માગે માફ : કોણ તેની પૂઠે જાય ?
એક ગૌરવી મંડળ નીવડેલ, જે પર આત્મા આવ્યો,
તે મંડળે જાણી નિજ આશ, મોત-સ્તંભને તુચ્છકાર્યો;
ક્રૂર ભૂપની તેજી તરવાર, ને કેસરી સિંહ પાસ લેવાય,
નમાવ્યું શિર મોત ભોગવવા : કોણ તેની પૂઠે જાય ?
નર, નારી, બાળો, બાળિકા, એક મોટા સેનમાં વાસ,
શ્વેત વસ્ત્ર પહેરી હરખે છે ત્રાતાના આસન પાસ;
જે માર્ગ ઊંચો સ્વરનો છે તે શ્રમ, પીડામાં થઈ જાય;
હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તેઓ પૂઠે જાય.

Phonetic English

385 - Kon Khristni Puthe Jaay
1 Devputr yuddhe chaaline raajmugat leva jaay;
Raktvarni dhvaja farke dur: kon teni puthe jaay?
Je darad par jay paamine dukhpyaalo le mukhamaay;
Je dhairy rakhi uunchke stambh te teni puthe jaay.
2 Maranani peli paar jai pahonchi saakshini aankh;
Prabhune nabhma joine sahaayni maari haank;
Thai prabhu jevo kshamaavaan, sahi vedana mot lag kaay,
Shatrune maate maage maaf : kon teni puthe jaay?
3 Ek gauravi mandal nivadel, je par aatmaa aavyo,
Te mandale jaani nij aash, mot-stambhne tuchchakaaryo;
Krur bhoopni teji taravaar, ne kesari sinh paas levaay,
Namaavyu shir mot bhagavava : kon teni puthe jaay?
4 Nar, naari, baalo, baalika, ek mota senama vaas,
Shwet vastr paheri harakhe che traataana aasan paas;
Je maarg uuncho swarno che te shram, pidaama thai jaay;
He prabhu, sahu par krupa kar ke teo puthe jaay.

Image

Media - Hymn Tune : All Saints - Sung By Mr.Nilesh Earnest