384

From Bhajan Sangrah
Revision as of 18:53, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૪ - યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા == {| |+૩૮૪ - યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા |- |૧ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૪ - યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા

૩૮૪ - યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા
યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા, ચાલી અગ્રે થાઓ;
સ્તંભ જે આગળ ચાલે, તેની પૂઠે જાઓ;
ઈસુ નૃપ થઈ દોરે, શત્રુની સામે;
જુઓ ધ્વજા એની ચાલે સંગ્રામે.
ટેક: યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા, ચાલી અગ્રે થાઓ;
સ્તંભ જે આગળ ચાલે, તેની પૂઠે જાઓ;
જયચિહ્ન જોતાં નાસે શૈતાની સમાજ;
માટે, યોદ્ધા, આગળ ચાલો જયને કાજ.
અતોત્રોના અવાજે ડોલે નર્કાસન;
ભ્રાતૃ, ગર્જી ગાઓ જુસ્સાથી કીર્તન.
દેવની મંડળી ચાલે, બળવાન ફોજની જેમ;
ભ્રાતૃ, સંતો ચાલ્યા, જઈએ છીએ તેમ,
જુદા નથી એક જ છીએ એક જ અંગ;
આશા, પ્રીતિ, મતમાં છીએ સહુ સંગ.
મુગટ, ગાદી નાશ થાય, રાજનો સસ્તોદય,
પણ ઈસુનું મંડળ પામે નહીં ક્ષય.
તે પર નર્કનું રાજબળ ફાવી ન જનાર;
ખ્રિસ્તનું વચન કો દિન વ્યર્થ ન થનાર.
આનંદી ટોળીમાં, આવી આગળ થાઓ,
જયસ્તોત્રોનાં ગીતો સંયુક્ત થઈ ગાઓ;
"રાજા ખ્રિસ્તને થાઓ, ગૌરવ, સ્તુતિ, માન;"
સદા માનવ, દૂતો ગાય છે એ ગાન.