383

From Bhajan Sangrah
Revision as of 18:51, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા == {| |+૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા |- |૧ |ચાલો, ખ્રિસ્તી ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા
ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે રે જ્યાંય.
ખ્રિસ્તએ સેનાપતિ, શત્રુ ને જીતશે,
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે.
ટેક: ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંયમ્
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન,
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન;
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન,
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન.
જગમાં ખ્રિસ્તનું મંદળ ચાલે છે જેમ ફોજ,
ભાઈએ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ,
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીશે.
તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય,
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય;
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે,
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે.
માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય,
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ,
માણસો ને દૂતો સદાકાળ ગાઓ.