383

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા

૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા
ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે,
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે.
ટેક: ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન,
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન;
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન,
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન.
જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ,
ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ,
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ.
તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય,
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય;
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે,
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે.
માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય,
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ,
માણસો ને દૂતો સદાકાળ ગાઓ.

Phonetic English

383 - Khristi Yoddha
1 Chalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
Khristni puthe chalo, dore che re jyaay.
Khristae senapati, shatru ne jeetashe,
Chalo yuddhama; dhaja aagad vadhe che.
Tek: Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maayam
Khristni puthe chaalo, dore che te jyaay.
2 Sambhadata Isune naam naase che shetaan,
Mate yoddha, chalo, gata jayna gaan;
Stutina pokarthi dole narkasan,
Mate mote saade gaao jaykirtan.
3 Jagma Khristnu mandad chaale che jem foj,
Bhaiae, santo chalya chaliae tem roj.
Aapne ek aj sanghana, ek chittana chiae,
Aasha, mat, pritima sathe chalishe.
4 Taaj ne takht naash paame, kshay rajyano thay,
To pan Khristnu mandad sthir raheshe sadaay;
Kadi narkanaa sainyo tene nahi jeetashe,
Khriste vachan aapyu, te rad nahi jashe.
5 Mate aavo, loko, harshit mandad maay,
Jayna geet gaavaama avaaj bhadi jaay;
Gaurav, stuti, sanmaan Isunene thao,
Maanaso ne duto sadaakaad gao.

Image

Image

Media - Hymn Tune : St. Gertrude