382

Revision as of 18:47, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૨ - કામ કરવાનો આગ્રહ == {| |+૩૮૨ - કામ કરવાનો આગ્રહ |- |ટેક: |બળ, મને દો, ઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૮૨ - કામ કરવાનો આગ્રહ

૩૮૨ - કામ કરવાનો આગ્રહ
ટેક: બળ, મને દો, ઈશ રાય અમારા, યુદ્ધે લડીએ હામે.
રાજ્ય અસતનું ચાલે જબરું, સત્ય રાયના ધાર,
રાત, દિવસ તો તુચ્છ ગયા છ, ક્યાં ઉપાયો તારા ?
ઊઠ, વિશ્વાસી, આળસ ત્યાગી તજ જગત મોહ તારો,
ચિત્ત લગાડી શોધી કાઢો, શો છે એનો ચારો ?
કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા,
ચાલ, સિપાઈ, શસ્ત્રો ધારી તમ પણ મારો મારા.
હામ ધરો મનમાં સત કેડે ઈસુ જય દેનારો,
સદ્ગુરુનું પુણ્ય પે'રી કાઢો એવો ચારો.
કામ વિના બેઠો છે તું રે હાથો ખાલી તારા,
ઊઠો, ઢાલ સુભાવ તણી લો, થાઓ હોલવનારા,
ભૂંડાનાં તપતાં બાણોનો ઝીલી લો ઝલકારો,
ટોપ ધરો શિરે તારણનો; આ છે એનો ચારો.
કામ વિના બેઠો છે તું રે, ખ્રિસ્તની શાંતિ ધારો,
લો તરવાર પવિત્રાત્માની, ફેલાવો પ્રભુધારા;
ધીરજ મનમાં પૂર્ણ ભરો રે, ખ્રિસ્તની શાંતિ ધારો,
નિત એકાગ્ર વિનંતી કરો તમ, આ છે એનો ચારો.
કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા,
કર તન, મન, ધન અર્પણ તારાં, તજ લોભ, મોહ સારા.
પૂરા ભાવે ધર ઈસુને થા તેમાં વસનારો;
કહે છે પ્રેમે દાસ પ્રભુનો, આ છે મોટો ચારો.