381

From Bhajan Sangrah
Revision as of 18:45, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૧ - ઈસુને જય == {| |+૩૮૧ - ઈસુને જય |- |૧ |જય ! જય ! જય ! ઈસુને જય ! |- | |સઘળું સો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૧ - ઈસુને જય

૩૮૧ - ઈસુને જય
જય ! જય ! જય ! ઈસુને જય !
સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું
સદા સાચા રહીશું; ઈસુને જય !
યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! પાપની વિરુદ્ધ;
ઝંડા ઝાલી લઈશું, શૂરા સિપાઈ થઈશું,
જીવન રોટલી ખાઈશું; ઈસુને જય !
પ્રેમ ! પ્રેમ ! પ્રેમ ! દેવે કીધો તેમ;
સૌની ઉપર રાખીશું, વૈરી વેરી નાખુશું;
સ્વર્ગી અમૃત ચાખીશું; ઈસુને જય !
શ્રમ ! શ્રમ ! શ્રમ ! લાવવા ખ્રિસ્તની ગમ;
દરેક દુ:ખી પાપીને, તેમને સમજણ આપીને,
તે પર પ્રીતિ રાખીને, ઈસુને જય !
આશ ! આશ ! આશ ! ખ્રિસ્ત પર વિશ્વાસ;
વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું,
સ્વર્ગી જીવન ગાળીશું, ઈસુને જય !