380

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૮૦ - પસંદગીની પળ

૩૮૦ - પસંદગીની પળ
પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ,
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ;
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ,
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિર યા તેજ.
સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત,
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંટક પંથ;
શૂરો જન ત્યાં સતને વરશે, કાયર જન તો ઊભો દૂર,
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર.
જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ;
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ,
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ.
જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન,
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન !
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર,
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ.

Phonetic English

380 - Pasandageni Pal
1 Pasandageni pal ek aave, darek jan ke praja maat,
Sat kera jooth saathana jange, oobhava shubh, ashubh paksh saath;
Koi mahaan dhyey, devana doot sam, dai janane vinash ya veg,
Ne tak jaay vahi, sau kalane maat, saahava te timir ya tej.
2 Sat de sukha-sanpat te poorv, sagar sat thaay kirtivant,
Oobhavu satane panth te uttam, satano ho jyaa kantak panth;
Shooro jan tyaa satane varashe, kaayar jan to obho door,
Jyaan lag janagan grahashe satane, rundhel jemane satano soor.
3 Jalata shaheed kera tejamaa Khristana rakta-pagale chaleye
Ponth nahi dharataa thambhane onchaki, nava-kalavari nit chadheye;
Nava-sanjoge navi pharaj, bhotakalana jyaa bhulaay bhaav,
Satane shoora, satana jangama, kamar kasi aagal dhaav.
4 Jothanaa jootho chhone jeete, sat to ekalu ja chhe balava,
Satane bhaage chhone shooli ! Jothane chho gadeenu sthaan !
Toy e sholi palate bhaavi, ne dhondhala agamani paar,
Othe rahene Ishvar haranish, nij lokani raakhe sambhaal.

Image

Media - Hymn Tune : Ebenezer(Ton-Y-Botel) - Sung By Mr.Samuel Macwan