38

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૮ - રવિવાર

- 4..પ્રભુવાર
ઝૂલણા વૃત્ત
કર્તા : જે. વી. એસ. ટેલર
ટેક : પુણ્યદાતા તણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાખો .
કામના વેળનાં કાજ પૂરાં થયાં, વાર વિશ્રામનો આજ જાણો;
આવ, રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો, ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય.
પરમ ભૂપાળને ભાવથી પૂજતાં, સૃષ્ટિના કાર્યની સૂઝ રાખો;
શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ ના સ્વાદ ચાખો.પુણ્ય.
ત્રાણ ઈસુ તણું ધીરથી ધારતાં, લોક રક્ષા તણું જ્ઞાન પામો;
સ્વર્ગની સૂચના ધ્યાનમાં ધારતાં, ભાવથી જાણજો શ્રેષ્ઠ કામો.પુણ્ય.
કૃત્ય ચોખાં કરી, સૌખ્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો;
વાંચતાં, શોધતાં, સ્વર્ગનું શીખીએ, હર્ષથી ગાઈએ ધર્મગીતો.પુણ્ય.
ખ્રિસ્તની ખ્યાતિ તો કીર્તને કાઢતાં, પુણ્યના માર્ગનાં ગાન ગાઓ;
દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય.

Phonetic English

38 - Ravivaar
Jhulana Vrutt
Kartaa : J. V. S. Taylor
Tek : Punyadaata tani aan booji tamo, buddhi ne prem ne beek raakho.
1 Kaamna velana kaaj poora thaya, vaar vishraamano aaj jaano;
Aav, re jeev, sau harshthi shaanti lo, dhanya dahaada tanu daan maano.Punya.
2 Param bhoopaalne bhaavthi poojata, srushtina kaaryani sujh raakho;
Shaastrana granthama vaat juni navi sunata swarg swaad chaakho.Punya.
3 Traan Isu tanu dhirthi dhaarata, lok raksha tanu gyaan paamo;
Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo shresth kaamo.Punya.
4 Krutya chokha kari, saukhya saachu saji, shuddh aanandma aaj vito;
Vaanchata, shodhata, swargnu shikhiae, harshthi gaaiae dharmagito.Punya.
5 Khristni khyaati to kirtne kaadhata, punyana maargna gaan gaao;
Devna daanno arth pooro kari, uchch dhaame java siddh thaao.Punya.

Image


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali